અંજાર ખાતે આવેલ તુણામાં 26 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અંજાર ખાતે આવેલ તુણા ગામમાં નારાણભાઇ હુંબલ નામના શખ્સની વાડીએ રહેતા રોશનકુમાર ઝા (ઉ.વ. 26) નામના યુવકે ગળેફાંસો ખાઇ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ તુણાનો રહેનાર રોશનકુમાર ગત દિવસે સવારના અરસામાં વાડીએ પોતાના રૂમમાં હતો, તે દરમ્યાન સવારથી બપોરના અરસામાં કોઈ અગમ્ય કારણોસર તેણે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ યુવાને કયા કારણોસાર આ પગલું ભર્યું તે હજુ સામે આવ્યું નથી. પોલીસે આ અંગે અક્સમાતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.