ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં બોરિક એસિડની તસ્કરીનો ભેદ ઉકેલાતા આઠ શખ્સોની ધરપકડ કરાઈ

copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણા ગામની સીમના ગોદામમાંથી રૂા. 7,20,000નાં બોરિક એસિડ તસ્કરીના કેસમાં પોલીસે આઠ શખ્સોની અટક કરી હતી. મળેલ માહિતી અનુસાર પકડાયેલ  શખ્સોના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયેલ હતા. પડાણાના જૂના સર્વે નંબર 157માં આવેલ શ્રીજી વેર હાઉસિંગ એન્ડ લોજિસ્ટીકના ગોદામો પૈકી ગોદામ નંબર બે હિન્દુસ્તાન યુનિલિવર કંપનીને ભાડે આપવામાં આવેલ હતું. જેમાં આ કંપનીએ ચીફસ ઓફ સોડિયમ આઇસોનેટેડ અને બોરિક એસિડ રાખેલ હતા. ગોદામમાંથી તા. 16-8થી 19-8 દરમ્યાન આ સામાનની તસ્કરી થતાં હિરેન સિરીશ ગાંધી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.

એલસીબી  દ્વારા બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ હતી  અને ભચાઉ, નાની ચીરઇ તથા પાટણના શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે આ ચોરીમાં સામેલ આઠ શખ્સોની ગત દિવસે  સાંજે ધરપકડ કરી હતી. આ શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયેલ હતા. ચોરી કરેલ માલ કયા વેપારીને વેચવામાં આવ્યો હતો તે અંગે આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.