નખત્રાણા ખાતે આવેલ વીજપાસરમાં 42 હજારના મુદ્દામાલ સાથે સાત ખેલીઓ ઝડપાયા
copy image
નખત્રાણા ખાતે આવેલ વીજપાસર આવેલ આવલ માતાજીના મંદિરના ખુલ્લા ચોકમાં ધાણીપાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર ખેલતા સાત જુગાર પ્રેમીઓને રોકડા રૂા. 12,900 અને છ મોબાઇલ કિં. રૂા. 30,000 એમ કુલ 42,900 ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ગત રાત્રે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓ સામે જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.