રાપરમાં બંધ મકાનના તાળાં તોડી 1.33 લાખની તસ્કરી થતાં ચકચાર

copy image

રાપરમાં બંધ મકાનમાથી સોના-ચાંદીનાં આભૂષણો રોકડ સહિત કુલ રૂા. 1.33 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર કચ્છ કિંગ ફાસ્ટ ફૂડમાં નોકરી કરતાં વાલજીભાઈ મોહનભાઈ વાળંદ દ્વારા આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  નોંધાવેલ ફરિયાદ અનુસાર, કોઈ અજાણ્યા આરોપી મકાનનું તાળું અંદર પ્રવેશ્યા બાદ કબાટના ખાનામાંથી રોકડા રૂા. 60 હજાર,  સોનાની અંદાજિત 12 ગ્રામની ચેઈન કિં. રૂા. 60 હજાર,  સોનાની નાના છોકરાની વીંટી 3 ગ્રામ કિં. રૂા. 7 હજાર, બે જોડી ચાંદીના નાના છોકરાના સાંકળા કિં. રૂા. 2 હજાર, બે જોડી નાના છોકરાની પોંચી કિં. રૂા. 2 હજાર, બે જોડી નજરિયા કિં. રૂા. 2 હજાર એમ કુલ 1.33 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.