ભચાઉ ખાતે આવેલ આમરડીના કારખાનામાંથી રૂા. 94,900ના વાયર અને ભંગારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભચાઉ ખાતે આવેલ આમરડી ગામમાં  આવેલ જય ભવાની સબમર્શીબલ મોટર રિવાઈડિંગના કારખાનામાં ગત તા. 4/9 ના 9 વાગ્યાથી તા.5/9ના 7 વાગ્યાના અરસામાં કારખાનામાં ચેનકપીથી શટર ઊંચું કરી સેન્ટર લોક તોડી અંદર પ્રવેશી 10 એમ.એમ. કોપર કેબલ જોન્સસન્સ કંપનીનો આશરે 200 મીટર રૂા. 14 હજાર, 16 એમ.એમ.ના ફલેટ કોપર કેબલ 80 મીટર કિં. રૂા. 20 હજાર, વાઈડિંગ વાયર 160 કિલો કિં. રૂા. 37,200, કોપરોનો ભંગાર 70થી 80 જેટલો કિં.રૂા. 23,700 સાથે કુલ રૂા. 94,900નો મુદ્દામાલની તસ્કરી થઈ હતી. આ બનાવ અંગે પોલીસે ફરીયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.