નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીમાં 20 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી

Pesticide-poisoning-suicide

copy image

નખત્રાણા ખાતે આવેલ મોટી વિરાણીના વાડી વિસ્તારમાં 20 વર્ષીય પરિણીતાએ ગત દિવસે  ઝેરી દવા પી જઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ બનાસકાંઠાના હાલમાં મોટી વિરાણી બાજુના વાડી વિસ્તારમાં રહેતા દિગીબેન નવઘણ દેવીપૂજકે ગત દિવસે સવારના અરસામાં કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં તેમને સારવાર માટે પ્રથમ નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા. જ્યાં સાંજે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ મામલે નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.