ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઇના મકાનમાથી દારૂ સાથે બંદૂકે મળી આવી

copy image

ભચાઉ ખાતે આવેલ જૂની મોટી ચીરઇ ગામમાથી પોલીસને 4225ના દારૂ સાથે એક બંદૂક મળી આવેલ હતી. આ અંગે મળતી માહિતી અનુસાર ભચાઉની જૂની મોટી ચીરઈમાં પોલીસ દારૂ સંબંધે કાર્યવાહી કરવા ગયેલી તે દરમીયાન તેને રૂા. 4225ના દારૂ સાથે એક મકાનમાંથી દેશી બંદૂક મળી આવેલ હતી. પરંતુ આરોપી પોલીસની પકડામાં આવેલ ન  હતો. ભચાઉ ખાતે આવેલ જૂની મોટી ચીરઇના સુરેશ વાલા કોળી પર અગાઉ દારૂ અંગેનો ગુનો નોંધાયો હતો. જે બાબતે તપાસ કરવા પોલીસ તેના ઘરે પહોંચી હતી. મકાનની  તપાસ દરમ્યાન પેટી પલંગમાંથી મેકડોવેલ્સ નંબર-1ની 750 એમએલની 7 બોટલ, કિંગફિશર બિયરની 16 બોટલ એમ કુલ રૂા. 4225નો અંગ્રેજી શરાબ ઝડપાયો હતો. ઉપરાંત પોલીસે વધુ તપાસ હાથ ધરતા આ મકાનમાંથી હાથ બનાવટની રૂા. 3000ની દેશી બંદૂક મળી આવેલ હતી. તેમજ, મકાનમાં મીટર ન હોવાનું અને ગેરકાયદેસર વીજ જોડાણ લીધેલ હોવાનું સામે આવતા આવતાં પોલીસે વીજતંત્રને આ અંગે લેખિતમાં જાણ કરેલ હતી. પોલીસે આ શખ્સ વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.