ભચાઉમાથી 9700ના દારૂના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપ્યા
copy image
ભચાઉ ખાતે આવેલ બટિયા પૂલ નીચે નંબર વગરની અક્ટિવામાથી 9700નો દારૂ પોલીસે ઝડપ્યો હતો. આ અંગે મળતિ માહિતી અનુસાર પૂર્વ બાતમીના આધારે ભચાઉ ખાતે આવેલ બટિયા પૂલ નીચે નંબર વગરની એક્ટિવા આવતાં તેને અટકાવી થેલાની તપાસ કરવામાં આવેલ હતી, જેમાંથી અલગ-અલગ બ્રાન્ડની શરાબની 22 બોટલ કિંમત રૂા. 9700નો શરાબ ઝડપાયો હતો. આ મામલે વાહનચાલક વિશાલ પચાણ વાળંદની ધરપકડ કરી તેને માલ આપનાર શખ્સ ગોપાલસિંહને પણ ઝડપી પાડવામાં આવેલ હતો. પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.