ગાંધીધામમાં 12.75 લાખની છેતરપિંડી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image
ગાંધીધામમાં તબીબ સાથે રૂા. 12,75,748ની છેતરપિંડી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામ સેક્ટર-1એમાં શ્રીહરિ હોસ્પિટલ ચલાવતા નિતેશ શંકરલાલ સુથાર દ્વાર કલ્પેશ મયારામ સુથાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. હોસ્પિટલની મેડિકલમાં કામ કરનાર આ શખ્સે વર્ષ 2016થી 2023 દરમ્યાન ફરિયાદી સાથે રૂા. 12,75,744ની છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો, જે બાબતે ગત તા. 23/6/2023ના ફરિયાદ નોંધાવાવમાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આ શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી વિરૂદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.