અંજાર ખાતે આવેલ ધમડકા વાડીવિસ્તારની વાયર ચોરીનો ભેદ ઉકેલાતા પાંચ શખ્સો પોલીસની ગિરફ્તમાં

hathkadi

copy image

  અંજાર ખાતે આવેલ ધમડકાના વાડી વિસ્તારમાં બે વાડીમાંથી રૂા. 30,000ના વાયરની તસ્કરીના કેસમાં પોલીસે  પાંચ શખ્સને ઝડપી પાડ્યા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર અંજારના ધમડકા વાડી વિસ્તારમાં ગત તા. 7/9 થી 11/9 દરમ્યાન રૂા. 30,000ના 300 મીટર વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે ચાર શખ્સોની ધરપકડ  કરી હતી. પકડાયેલ ઈશમો પાસેથી 30 હજારનો 300 મીટર વાયર જપ્ત કરવામાં આવેલ હતો. પોલીસે આ શખ્સો વિરૂદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.