18 મહિના અને 25 દિવસ માનકુવા પોલીસ સ્ટેશન અને મારી જિંદગીના અવિસ્મરણીય પળ છે.

મારો માનકુવા પોલીસ પરિવાર અને 58 ગામડાઓના તમામ સરપંચશ્રીઓ,આગેવાનો, ગ્રામજનો અને પશ્ચિમ કચ્છ ભુજની પોલીસ તમારા વિશ્વાસ અને સહયોગથી આજે હું એક સફળ પોલીસ ઈન્સ્પેકટર તરીકે માનકુવા પોલિસ સ્ટેશન સેવા આપી શક્યો.
ઘણા બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં તમે રસ્તો દેખાડી સુખદ પરિણામ લાવ્યા છો.
આમ આજે મારા માનકુવા પોલીસ સ્ટેશનનો સેવાકાળ પૂર્ણ થાય છે.અને જાણે અજાણ્યે કાયદાનું પાલન કરાવતાં ક્યાંક મારાથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમાપ્રાર્થી છું.
બધાનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ
અંત હી આરંભ હૈ
ડી.આર.ચૌધરી
પોલીસ ઈન્સ્પેકટર
માનકુવા પોલીસ સ્ટેશન
પશ્ચિમ કચ્છ ભુજ