મુંદ્રા ખાતે આવેલ ટપ્પરના 17 વર્ષીય કિશોરનું અપહરણ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
copy image

મુન્દ્રા ખાતે આવેલ ટપ્પરના 17 વર્ષીય કિશોરનું અપહરણ થતાં પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવેલ છે. આ કિશોર કોલેજમાં અભ્યાસ કરે છે. મળેલ માહિતી અનુસાર આ મામલે કિશોરના પિતાએ ફરિયાદ નોંધવેલ છે. નોધાવેલી ફરિયાદ અનુસાર ગત ગુરુવારે તેમનો 17 વર્ષીય દીકરો ટપ્પરથી દવા લેવા માટે નારાણપર જવાનું કહી નીકળ્યો હતો. ત્યારબાદ સાંજ સુધી પરત આવ્યો ન હતો જેથી પરિવારજનોએ શોધ ખોળ કરી હતી. ભુજ ખાતે આવેલ લાલન કોલેજમાં અભ્યાસ કરતા કિશોરનો કોઈ પત્તો ન મળતા પ્રાગપર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.