નખત્રાણા ખાતે આવેલ મંજલમાં વાડી ખાલી કરવા બાબતે યુવક પર હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ મંજલ ગામમાં વાડી ખાલી કરવાના મુદ્દે યુવાન પર હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે કલ્યાણપર ગામે રહેતા શાંતિલાલ રવજી ગોરાણી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના પત્ની અને દીકરો વિમલ વાડીએ હતા તે દરમીયાન તે જ ગામનો અશોકસિંહ વિજયસિંહ જાડેજા નામનો શખ્સ વાડીએ  આવ્યો અને વિમલને કહ્યું હતું કે,આ વાડી અમે લઈ લીધી છે વાડી ખાલી કરી દેજે તેમ કહી ગાળો આપી રહ્યો હતો, ગાળો બોલવાની ના પાડતા આરોપીએ લોખંડના પાઇપ વડે યુવાનને માર મારતા પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચી હતી. આરોપીએ બીજીવાર વાડીએ આવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળને વધુ તપાસ હાથ ધરી છે.