ભુજ ખાતે આવેલ માધાપરમાં ઘરેલુ ઝગડાએ ધારણ કર્યું ગંભીર સ્વરૂપ : પતિ-પત્નીમાં ઝગડો થતાં પતિએ ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

ભુજ ખાતે આવેલ માધાપર ગામમાં એક 29 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે મળેલ માહિતી 29 વર્ષીય મેહુલ પ્રવીણભાઈ ભાનુશાલી માધાપર નવાવાસમાં ગોકુલધામ-2માં રહે છે તેઓએ ગત બુધવારના સવારના 10:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં મનમાં લાગી આવતા પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધ તપાસ આદરી છે.