copy image

ભુજ તાલુકાનાં કાળી તલાવડી ગામની સગીરાનું અપહરણ થતા પધ્ધર પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ

copy image

ભુજ તાલુકાના કાળી તલાવડી ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાનું અપહરણ થતાં પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ તાલુકાના કાળી તલાવડી ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાને ગામનો જ શખ્સ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ જવાની બાબતે સામે આવી છે. આ બનાવ અંગે સગીરાના પિતા દ્વારા પધ્ધર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી તેની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયેલ છે. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.