પોલીસે વરસામડીની કંપનીમાંથી થયેલ 1.78 લાખના કેબલની ચોરી ભેદ ઉકેલી ચાર શખ્સોને ઝડપી પાડ્યા
અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાં આવેલ કંપનીના સોલાર પ્લાન્ટમાંથી રૂ.1.78 લાખની કિંમતનો કેબલ તસ્કરી કરનાર 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજારના વરસામેડી સીમમાં આવેલી વેલ્સ્પન કંપનીના સોલાર પ્લાન્ટમાંથી તા.16/9 ના રાત્રના અરસામાં રૂ.1.78 લાખના કેબલની તસ્કરીના મુદ્દે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે પૂર્વ બાતમીના આધારે આ ચોરીને અંજામ આપનાર શખ્સોને ઝડપી તેમની પાસેથી 85 કિલોગ્રામ ચોરાઉ કોપર કેબલ જપ્ત કર્યો હતો.