ભુજ ખાતે આવેલ ભારાપરની વાડીમાથી રોકડ સહિત 40 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ ભારાપરના સીમ વિસ્તારમાં આવેલ એક વાડીના મકાનમાંથી રોકડ રૂા. 10 હજાર તેમજ વાડીમાંથી 30 હજારના વાયર એમ કુલ રૂા. 40 હજારના મતાની તસ્કરી થતાં માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મળેલ માહિતી મુજબ આ બનાવ અંગે અબ્દુલહમીદ હારુન મેમણ નામના શખ્સ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 23/9ના રાત થી બીજા દિવસની સવાર દરમ્યાનના સમયગાળામાં તેમના મકાનના દરવાજાનું તાળું તોડી પ્લાસ્ટિકના ડબ્બામાંથી 10 હજાર તેમજ ઘર પાસે આવેલી તેમની વાડીના બોરવેલનો વાયર 150 મીટર કિં.રૂા. 30 હજાર એમ 40 હજારના મુદ્દામાલની તસ્કરી કરી કોઈ શખ્સ નાસી છૂટેલ છે. માનકુવા પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.