અબડાસા ખાતે આવેલ જખૌના માછીના ધંધાર્થી સાથે 1.37 લાખની ઓનલાઈન છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

  અબડાસા ખાતે આવેલ જખૌના માછીના ધંધાર્થી સાથે જૂન મહિનામાં જામનગરના શખ્સ દ્વારા ઓનલાઇન 1.37 લાખની છેતરપિંડી કરાતા પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સાયબર પોલીસ બોર્ડર રેન્જ-ભુજમાં ગત દિવસે માછીના વેપારી હુશેનભાઇ ઉમરભાઇ સુયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 2-6ના જામનગરનો જામ અકબર સતાર નામનો શખ્સ માછી ભરવા આવેલ હતો અને તેના ફોનમાં નેટ ચાલુ ન હોવાના કારણે ફરિયાદીએ પોતાનો ફોન આપેલ હતો. બાદમાં વોડાફોન કંપનીમાંથી ફરિયાદીને અવારનવાર ફોન આવતો હતો, પરંતુ હુશેનભાઇ કામમાં વ્યસ્ત હોવાથી ફોન રીસીવ થયો ન હતો અને સિમ બંધ થઇ ગયેલ હતું. આ સિમ નંબર બેન્કખાતા સાથે લિન્ક હોવાથી ગત તા. 9-6ના ફરિયાદી નવા નંબર દાખલ કરાવા બેન્કમાં જતાં જાણવા મળેલ હતું કે, ફરિયાદિબના એકાઉન્ટમાંથી ત્રણ દિવસ દરમ્યાન કુલ 1,37,001 ઊપડી ગયેલ હતા અને તપાસ કરતાં આ રૂપિયા જામ અકબર સતાર જામનગર વાળાના ખાતામા જમા થયેલ હોવાનું સામે આવેલ હતું. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.