માંડવી ખાતે આવેલ પાંચોટીયાના યુવકને બે શખ્સો દ્વારા લોંખડના પાઇપ વડે માર મરાતા ફરિયાદ નોંધાઈ

માંડવી ખાતે આવેલ પાંચોટીયા ગામના યુવકને મોટા લાયજાના બે શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે માર મરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર માંડવી ખાતે આવેલ પાંચોટીયા ગામના યુવાનને મોટા લાયજાના બે શખ્સો દ્વારા અગાઉ છુટાછેડા થયેલ પત્ની સાથે સબંધ રાખ્યા હોવાનું મનદુઃખ રાખી નાની ઉનડોઠ નજીક લોખંડના પાઈપ વડે માર મરાયો હતો. મળેલ માહિતી અનુસાર આ મામલે જશરાજ ગોવિંદભાઈ ગઢવી દ્વારા ગઢશિસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ફરિયાદીએ મોટા લાયજાના હરી મોહન ગઢવી તેમજ નીલેશ મોહન ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોધાવેલ છે.
નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી તેના મિત્ર સાથે નાની ઉનડોઠ ગામમાં વાછરાદાદાના મેળામાં ગયેલ હતો. ત્યાંથી પરત આવતા સમય દરમીયાન આ બન્ને શખ્સો સ્કુલ પાસે આવ્યા હતા. આરોપી હરીએ ફરિયાદીને કહેલ કે મારી પહેલી ઘરવાળી જેના મારી સાથે છુટાછેડા થયેલ છે તેને કેમ બોલાવે છે. જેથી ફરિયાદીએ તેની સાથે કોઈ સબંધ ન હોવાનું જણાવતા બન્ને આરોપીઓએ ભૂંડી ગાળો બોલી લોખંડના પાઈપ વડે ફરિયાદીને માથા અને નાકના ભાગે ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જેના પરીણામે આ બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.