લખપત ખાતે આવેલ સાંઘીપુરમમાં બાઇક સાથે લુના અથડાતા સર્જાયો અકસ્માત : 33 વર્ષીય બાઇક ચાલકનું મોત

24-8-acc

copy image

  લખપત ખાતે આવેલ સાંઘીપુરમમાં બાઇક સાથે લુના અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં, 33 વર્ષીય બાઇક ચાલકનું મોત નીપજયું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર સર્જાયેલ અકસ્માતમાં  મૂળ થોરીયારી અને હાલે મોટીબેર સીમમાં રહેતા 33 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર  મનસુખ માદેવભાઈ કોલી નામનો શખ્સ પોતાની નંબર જીજે 12 ઈકે 3380 વાળી બાઈક લઇ સાંઘીપુરમ શાકભાજી લેવા જઈ રહ્યો હતો. તે દરમિયાન સાંઘી ચોકડી પાસે લુના ચાલકે પોતાનું વાહન બાઈક સાથે અથડાવેલ હતું. જેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતું. વાયોર પોલીસ મથકે લુનાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.