રાપર ખાતે આવેલ સેલારી નજીક કારમાંથી 1.63 લાખનો દારૂ ઝડપયો : આરોપી ફરાર
copy image

રાપર ખાતે આવેલ સેલારી પાસે એક કારમાંથી પોલીસે રૂા. 1.63 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર રાપર ખાતે આવેલ સેલારી પાસે આવેલ મેટાસરી મહાદેવ મંદિર પાછળ બાવળની ઝાડીમાં એક કારમાંથી પોલીસે રૂા. 1,63,500નો દારૂ કબ્જે કર્યો હતો, પરંતુ આરોપી પોલીસની પકડમાં આવ્યો ન હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપરના ફુલપરાનો અને હાલમાં સમાવાસમાં રહેનાર મનોજ ઉર્ફે મનિચો માવજી કોળી ફતેહગઢ થી સેલારી બાજુ ગાડીમાં દારૂ લઈને આવી રહ્યો છે. આ દરમ્યાન પોલીસે આ માર્ગ પર વોચ ગોઠવી હતી, તે દરમીયાન આ શખ્સ નંબર પ્લેટ વગરની કાર લઇને આવતો જોવા મળતા તેને અટકાવતાં આ શખ્સ પોતાનું વાહન આગળ હંકારી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ તે મેટાસરી મહાદેવ મંદિર પાછળ બાવળની ઝાડીમાં ગાડી લઇ જઇ ત્યાં ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે આ કારમાંથી કિંગફીશર બિયરના 240 ટીન, રોયલ ક્લાસિક 180 એમ.એલ.ના 1056 ટ્રેટા તતા યુવરાજ પ્રિમિયમ 180 મિ.લી.ના 336 ટ્રેટા એમ કુલ રૂા. 1,63,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીને પકડી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.