મુંદ્રા ખાતે આવેલ છસરાના ધોરીમાર્ગ પર પગપાળા જતા 50 વર્ષીય આધેડને ટ્રકે અડફેટે લેતાં મોત નીપજયું

accident

copy image

મુંદ્રા ખાતે આવેલ છસરા નજીક 50 વર્ષીય આધેડને ટ્રકે અડફેટે લેતા તેમનું મોત નીપજયું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર બે દિવસ અગાઉ મુંદ્રા તાલુકાનાં છસરા પાટિયા નજીક છસરાના 50 વર્ષિય આધેડ કરમશી દેવજીભાઇ મહેશ્વરી પગપાળા  જઇ રહ્યા હતા તે દરમીયાન અજાણી ટ્રકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગત તા 25/9ના સાંજના અરસામાં છસરા ગામના હનુમાનજીના મંદિર નજીક આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં 50 વર્ષીય આધેડ ગામથી બહાર ધોરીમાર્ગ પર પગે જઇ રહ્યા હતા. તે દરમ્યાન કોઇ અજાણી ટ્રકે તેને અડફેટે લઇ નાસી છૂટી હતી. ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સૌ પ્રથમ ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ત્યાર બાદ વધુ સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં  લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ટ્રકના ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.