ભુજ ખાતે આવેલ માધાપરમાં 23 વર્ષીય યુવાને ઝેરી દવા પી જઈ મોતને ભેટો કર્યો
copy image
ભુજ ખાતે આવેલ માધાપરમાં 23 વર્ષીય યુવાને ઝેરી દવા પી જઈ મોતને ભેટો કર્યો. આ અંગે મળેલ માહિતી અનુસાર ભુજ તાલુકાનાં માધપરમા નવાવાસમાં તહેતા 23 વર્ષિય સચિન સામજી ડાંગરે ઝેરી દવા પી જઈ જીવન નો અંત આણ્યો હતો. મળેલ માહિતી મુજબ ગત રાત્રે ભોજન કર્યા બાદ આ યુવાન પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો અને રાત્રે 10.30થી 11 વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવની જાણ થતાં આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી છે.