અંજાર તાલુકાના મેઘપર બોરીચી સોમનાથ સોસાયટીમાં જઇને 70 વર્ષિય વૃદ્ધએ ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો

Pesticide-poisoning-suicide

copy image

અંજાર તાલુકાના મેઘપર બોરીચી સોમનાથ સોસાયટીમાં જઇને 70 વર્ષિય વૃદ્ધએ ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો હતો આ અંગે મળેલ માહિતી અનુસાર આદિપુરના જુમાપીર ફાટક પાસે આવેલ દિપમાલા સોસાયટીમાં રહેતા 70 વર્ષિય વૃદ્ધ ઘનશ્યામભાઇ ગત દિવસે સવારના અરસામાં મેઘપર બોરીચીની સોમનાથ સોસાયટીમાં હતા જ્યાં પોતાની બિમારીથી કંટાળી તેમણે ઝેરી દવા પી જઈ મોતને ભેટો કર્યો હતો. બનાવની જાણ થતાં તેમને પ્રથમ તેમને રામબાગ અને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.