રાપર ખાતે આવેલ મેરિંગાવાંઢમાં એક પરિવાર પર ત્રણ શખ્સો દ્વારા હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

  રાપર ખાતે આવેલ સણવા ગામ પાસે આવેલ મેરિંગાવાંઢમાં એક પરિવારના ચાર સભ્યો પર ત્રણ શખ્સો દ્વારા લાકડી વડે હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બનાવ ગત તા. 27-10ના બન્યો હતો. મેરિંગાવાંઢમાં રહેતા નાગજીભાઇ વસાભાઇ કોળીની બાજુમાં રહેતો ભત્રીજો જીવા વેલાભાઇ કોળી તેના સાળા જયસુખભાઇને વારંવાર ઘરે લઇ આવતો તેમજ તે શખ્સ આધેડ અને તેમની દીકરી નયનાબેન સાથે બોલાચાલી કરતો હતો. આધેડ તથા તેમની પત્ની જેઠીબેન અને પુત્રી ત્રણેય ભત્રીજાને ઘેર ઠપકો આપવા ગયેલ હતા. ત્યારે જીવા તથા તેના ભાઇ અને તેની પત્ની જેઓએ બધાએ લાકડીથી પરિવાર પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.