ભચાઉ ખાતે આવેલ આધોઇમાં બંધ ઘરનાં તાળાં તોડી કિ.રૂ. 25 હજારના લેપટોપની તસ્કરી થતાં ચકચાર

copy image

  ભચાઉ ખાતે આવેલ આધોઇમાં બંધ મકાનના તાળાં તોડી 25 હજારના લેપટોપની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ભચાઉ ખાતે આવેલ આધોઇમાં સરકારી શાળાના શિક્ષકના બંધ ઘરનાં તાળાં તોડી તેમાંથી રૂા. 25,000ના લેપટોપની તસ્કરી કરી અજાણ્યો ચોર ઈશમ પલાયન થઈ ગયેલ છે. જે બાબતે ગત દિવસે બપોરના અરસામાં પોલીસ મથકે ફરિયાદ  નોંધાવેલ છે. આ મામલે મૂળ સુરેન્દ્રનગરના અને ઘરાણા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શકિતસિંહ મહિપતસિંહ ઝાલા દ્વારા  પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 21-10ના ફરિયાદી તેમના પરિવાર સાથે પોતાના વતન ગયેલ હતા, તેઓ તા. 24-10ના ત્યાં જ હતા તે દરમ્યાન તેમણે તેમના પાડોશીએ ફોન દ્વારા જણાવેલ કે તેમના ઘરનાં તાળાં તૂટેલાં અને સરસામાન વેરવિખેર હાલતમાં છે. ફરિયાદીએ પરત આવીને જોતાં તેમના ઘરનાં તાળાં – તિજોરી તોડી તેમાંથી સરસામાન વેરવિખેર હાલતમાં જણાયો હતો. તેમાં દાગીના કે રોકડ રકમ મળી ન હતી. તેવામાં ચોર ઈશમો રૂા. 25,000ના લેપટોપની તસ્કરી કરી પલાયન ગયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.