ભચાઉ ખાતે આવેલ સામખિયાળી-માળિયા વચ્ચે ટ્રેઇલરનાં પૈડાં ફરી વળતા 19 વર્ષીય પુત્રીનું પિતાની સામે જ કમકમાટીભર્યું મોત નીપજયું

accident

copy image

 

ભચાઉ ખાતે આવેલ સામખિયાળી માળિયા ધોરીમાર્ગ પર સુરજબારી પુલ નજીક આગળ જઇ રહેલી બાઇકીને પાછળથી આવતાં ટ્રેઇલરે હડફેટમાં 19 વર્ષીય પુત્રીનું પિતાની સામે જ કરૂણ મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉના ઘરાણા ગામમાં રહેતા જગદીશ જોશી દ્વારા આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી અને તેમના દીકરી શક્તિ ગત તા. 24-11ના બપોરના અરસામાં બાઇક લઇને ઘરાણાથી ચોટીલા દર્શન અર્થે જઇ રહ્યાં હતાં. અને તેઓ બાઇક સુરજબારી પુલ પાસે પહોંચ્યા હતા ત્યારે પાછળથી આવતા ટ્રેઇલર નંબર જી.જે. 12-બી.એક્સ. 4033એ બાઇકને હડફેટમાં લેતા પિતા-પુત્રી નીચે ફંગોળાયા હતા અને શક્તિ નામની યુવતી ઉપરથી તોતિંગ વાહનના પૈડાં ફરી વળતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓના પગલે તેને સારવાર માટે લઇ જવામાં આવેતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.