ભચાઉના રતનપરમાં ખાનગી બસચાલક પર 17 શખ્સોનો હુમલો : બસ-ચાલક ઘાયલ

copy image

ભચાઉના રતનપર ગામમાં ખાનગી બસચાલક પર 17 શખ્સોએ પાઈપ વડે હુમલો કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ધોળાવીરામાં રહેનાર પ્રહલાદસિંહ પુરસિંહ રાઠોડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત દિવસે સવારના અરસામાં લકઝરી બસ ચલાવીને રાપર આવી રહ્યો હતો તે દરમ્યાન રસ્તામાં પાંચા ભુરા આહીર બોલેરો આડીઅવળી ચલાવતો હતો. રાપર પહોંચી ફરિયાદીએ તેને ઠપકો આપ્યો હતો અને ત્યાર બાદ ખાનગી લકજરી બસ ઉપાડીને ફરિયાદી પરત ધોળાવીરા જવા નિકળ્યો હતો. રસ્તામાં તે રતનપર પહોંચતા પાછળથી આરોપી પાંચા ભુરા આહીર તથા આગળથી ટ્રેકટરમાં સવાર આની 16 શખ્સો ફરિયાદી પાસે આવ્યા હતા અને રાપરમાં થયેલ બોલાચાલીનું મનદુ:ખ રાખી તેના ઉપર પાઈપ વડે હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત બસના ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.