Breaking News

ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી, કૂખમાં રહેલા બાળક અને માતા મોતને ભેટ્યા

ધ્રાંગધ્રામાં સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં ડિલીવરી દરમિયાન ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે....

ગાંધીધામમાં બે પરપ્રાંતીય મજુર વચ્ચે બઘડાટી : યુવકનું ધારદાર છરીથી ગળું વેતરી કરપીણ હત્યા

વકની પાણી ભરેલી બાલ્ટીથી સ્નાન કરી લીધું હોવાના મુદ્દે બેઉ વચ્ચે ઘર્ષણ ગાંધીધામના મીઠીરોહર નજીક રૂચિ સોયા કંપનીમાં કામ કરતાં બે પરપ્રાંતિય મજૂરવચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં એક યુવકે ધારદાર છરી વડે બીજાનું ગળું વેતરી નાખી કરપીણ હત્યા કરી નાખી છે . મૃતકે હત્યારા યુવકની પાણી ભરેલી બાલ્ટીથી સ્નાન કરી લીધું હોવાના મુદ્દે બેઉ વચ્ચે ઘર્ષણ થયું હતું . બનાવ અંગે મૃતકના સહકર્મી કુલદીપસિંગ ઊર્ફે ટિંકુ પ્રેમચંદ રાઠોડે મુન્નાખાન ઊર્ફે રસીદખાન બશીરખાન પઠાણ નામના યુવક વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી છે . મૃતક 21 વર્ષિય મનીષ ભરત પાલ અને ફરિયાદી કુલદીપસિંગ સહિત કુલ છ યુવકો ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાના વતની છે અને મીઠીરોહરની રૂચિ સોયા કંપનીમાં મજૂરીકામ કરે છે . છએ યુવકો અહીં આવેલા ઈન્દિરાનગરના 36 ક્વાર્ટરમાં જગદીશ અયાચીના પ્લોટમાં બાંધેલી એક ઓરડીમાં સાથે રહે છે . હત્યારા મુન્નાખાનની પાણી ભરેલી બાલદીથી મનીષે સ્નાન કરી લેતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી . આ બાબતનો ખાર રાખી મુન્નાખાને મનીષના ગળા પર છરી વડે ઘા કરતાં તે ગંભીર રીતે ઘવાયો હતો . ઘાયલ મનીષ ઈજાના કારણે બોલી શકતો નહોતો પણ તેણે પાણીની ટાંકી પર બેઠેલાં મુન્નાખાન તરફ હાથનો ઈશારો કરી ફરિયાદી અને અન્ય યુવકોને જણાવ્યું હતું કે , મુન્નાખાને તેને ગળામાં છરી મારી છે . લોહી નીંગળતી હાલતમાં મનીષને હોસ્પિટલે ખસેડાય તે પહેલાં જ તે મૃત્યુ પામ્યો હતો તેના મૃતદેહને પીએમ માટે ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે .

કુંડા સામુહિક હત્યા મામલે નવો વણાક, સમાજે મૃતદેહ સ્વીકારવાની ભણી “ના”

બનાસકાંઠાનાં લાખણી તાલુકાના કુંડામાં 4 લોકોની સામુહિક હત્યા મામલે ચૌધરી સમાજના લોકો દ્રારા ધરણા યોજવામા આવી રહ્યા છે.  ચૌધરી સમાજ...

કચ્છમાં મગફળી કૌભાંડ ફરી ગરમ : સરકારી મગફળી માં નિકળયા ધૂડ અને ઢેફા

શહેરની ભાગોળે કંડલાની નજીક આવેલા ખાનગી ગોદામોમાં સરકારી સંસ્થા એવી નાફેડ દ્વારા ખરીદ કરવામાં આવેલી' મગફળીનાં કૌભાંડનું ભૂત આજે ફરી...

મોરબીઃ મચ્છુ ગામે કન્યાશાળામાં રસોઇ કરતી વખેત ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ

મોરબીના જેતપર મચ્છુ ગામે આવેલ કન્યાશાળામાં રસોઈ કરતી વખતે અચાનક ગેસનો બાટલો સળગ્યો હતો. સ્કૂલમાંથી બાળકો અને રસોઈ ઘરના બહેનોને...

માથું કપાયેલ લાશ મળતા ગામજનોમાં વ્યાપ્યો ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દેવપરા(નવાગામ) ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં કપાયેલ હાલતમાં એક લાશ મળી આવેલ છે....

દિલ્હીના કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશન પાસે ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ

દિલ્હીના કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશનની પાસે ફર્નિચર માર્કેટમાં ભીષણ આગી લાગી છે. ફાયર બ્રિગેડની 17 ગાડીઓ આગ પર કાબૂ મેળવવા...

કચ્છમાં આજે પાંચમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરાશે

શુક્રવારે 21મી જૂને કચ્છ યોગમાં લીન થશે. આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી માટે વહીવટી તંત્ર દ્વારા ઘડાયેલા આયોજન મુજબ 2410 સ્થળોએ...