ધાનપુર તાલુકામાં મરણ પ્રસંગમાં લોકો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો

ભાણપુર ગામે ગાળા ફળિયામાં રહેતા જામસીંગભાઈ દિતાભાઈ પરમારના કાકા કેવનભાઈનો છોકરો કીયાભાઈનું મરણ થયું હોય જામસીંગભાઈ તથા તેમની સાથે અન્ય માણસો મરણ પ્રસંગમાં ગયાં હતાં. આ દરમ્યાન ત્યાં હાજર ગામમાંજ રહેતાં કલ્પેશભાઈ કંચનભાઈ પરમા, વિપુલભાઈ કંચનભાઈ પરમા, દિલીપભાઈ કંચનભાઈ પરમાર અને કંચનભાઈ સબુરભાઈ પરમારનાઓએ બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો કેમ અહીંયા આવ્યાં છો, કોણે બોલાવ્યાં, તમારે લાશ નજીક આવવું નહીં, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને છુટ્ટા પથ્થરો મારી જામસીંગભાઈ તથા તેમની સાથેના માણસોને શરીરે, હાથે, પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત જામસીંગભાઈ દિતાભાઈ પરમારે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ બાય:અનવરખાન પઠાણ –દાહોદ