ધાનપુર તાલુકામાં છકડા ચાલકે પુરઝડપે હંકારી લાવી છકડો પલટી ખાઇ જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું

લીમખેડા તાલુકાના રઈ ગામે રહેતો દિનેશભાઈ અભેસીંગબાઈ નીનામા ગત તા.૦૪ મે ના રોજ પોતાના કબજાના છકડામાં પેસેન્જરો ભરી ધાનપુર તાલુકાના ચોર બારીયા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે છકડો હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન છકડા પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં છકડો પલ્ટી ખાઈ ગયો હતો અને જેને પગલે અંદર સવાર ૪૫ વર્ષીય શનુભાઈ ધનાભાઈ બામણીયાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેઈ ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે છકડામાં સવાર અન્ય ઈન્દુબેન, રાજેશભાઈ તથા રમીલાબેન વિગેરેને શરીરે ઈજાઓ થતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે લીમખેડા તાલુકાના રઈ ગામે રહેતા વજેસીંગભાઈ મગનભાઈ બામણીયાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ: અનવરખાન પઠાણ