ફતેપુર તાલુકામાં ઈસમોના ટોળાએ વ્યક્તિઓના ઘરે જઈ લાકડીઓના માર મારી ઇજા પહોંચાડી

ફતેપુરા તાલુકાના જવેસી ગામે રહેતાં દિનેશભાઈ હવલાભાઈ વગેલા, મલાભાઈ નાનાભાઈ વગેલા, રમેશભાઈ મલાભાઈ વગેલા, નરેશભાઈ મલાભાઈ વગેલા, બાબુભાઈ પારસીંગભાઈ વગેલા, શૈલેષભાઈ સામાભાઈ વગેલા, વિનેશભાઈ મગનભાઈ વગેલા તથા તેમની સાથે બીજા દશેક જેટલા ઈસમોના ટોળાએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે લાકડીઓ, પથ્થરો વિગેરે લઈ ગામમાંજ રહેતાં સંજયભાઈ રતનભાઈ ડામોરના ઘર તરફ ઘસી આવ્યાં હતાં અને કીકીયારીઓ કરી, બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું અમારી છોકરીને લાવેલ તેના રૂપીયા આપી દે તેમ કહી એકદમ ટોળુ ઉશ્કેરાઈ ગયું હતું અને સંજયભાઈના ઘર પર ભારે પથ્થર મારો કરી નળીયા તોડી નાંખી નુકસાન કર્યું હતું અને આ ટોળુ ઘરમાં ઘુસી જઈ સંજયભાઈ અને પ્રેમચંદભાઈ મોતીભાઈ ડામોર વિગેરેને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સંજયભાઈ રતનભાઈ ડામોરે સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ બાય: અનવર પઠાણ –દાહોદ