Year: 2024

ભચાઉમાં પાલિકાના કર્મચારીને માર મારતાં પોલીસ ફરિયાદ

copy image  ભચાઉની સરસ્વતી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતાં વાહનમાં ગીત વગાડવા મુદ્દે એક શખ્સે ચાલકને મારમારી ફરજમાં રૂકાવટ કરી જાતિ અપમાનિત કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા અને ભચાઉ પાલિકામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ફરિયાદી નરશી મફાભાઈ સોલંકી  સવારના અરસામાં  પાલિકાનું  ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા. સરસ્વતી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરાઈ રહ્યો હતો. ત્યારે સરકાર દ્વારા સૂચવેલ થીમનું ગીત વાગતું હતું, ત્યારે આરોપી પરેશ બાલાશંકર મારાજના ઘર પાસે આ વાહન પહોંચતાં આરોપીએ ફરિયાદીને જાતિ અપમાનિત કરી કેમ ગીતો વગાડે છે તેમ કહી માર માર્યો હતો. ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનારા આ શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પદ્ધરની બી.કે.ટી. કંપનીની સામેથી બાઇકની ચોરી

copy image ભુજ-ભચાઉ ધોરીમાર્ગમાં પદ્ધર નજીક બી.કે.ટી. કંપનીની સામેથી બાઇકની ચોરી  થતાં ફરિયાદ  નોંધાઇ હતી. પદ્ધર પોલીસ  મથકે, અટલ નગરમાં રહેતા અને બી.કે.ટી. કંપનીમાં શિવા લોજિસ્ટીક કોન્ટ્રાકટમાં ફોરક્લીપના ઓપરેટર નિહાલ ગોપાલભાઇ વાણિયાએ  નોંધાવેલ ફરિયાદ મુજબ  રાતના અરસામાં  તે પોતાની નોકરી ઉપર આવ્યા ત્યારે  પિતાની ડિસ્કવર  મોટરસાઇકલ  જેની કિ. રૂા. 10,000વાળી બી.કે.ટી.ના ગેટ નં. 3ની સામે પાર્ક કરી હતી અને સવારે જોતાં  તે ત્યાં જોવા  મળી નહોતી. આમ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી.

કિડાણામાં જાહેરમાં જુગાર રમનાર છ મહિલા ઝડપાયો

copy image કિડાણાની એક સોસાયટીમાં જાહેરમાં પત્તા ટીચતા   છ મહિલાને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 13,400 જપ્ત  કર્યા હતા.  કિડાણામાં જયનગર સોસાયટીના આશાપુરા મંદિર પાસે ખુલ્લી  જગ્યામાં  જુગાર ચાલી રહ્યો હતો,  તેવામાં  અચાનક  પોલીસ ત્રાટકી હતી અને જાહેરમાં પત્તા ટીંચનાર  અહીંના જ આસબાઇ રાયશી મહેશ્વરી,  રતનબેન  રાણા વિંજોડા,  નુરજાબાઇ શબ્બિર મામદ લાડક, સોનીબેન માવજી બુચિયા, કરીમાબાઇ કારા નાયક તથા જલાંબાઇ જાકીર લાડક નામની મહિલાઓની અટક  કરી હતી. પકડાયેલા આ મહિલાઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 13,400 તથા ગંજીપાના કબ્જે  કર્યા હતા.

મોરબી નગરપાલિકાએ સરકારના કોઈપણ નિયમોનું પાલન ન કર્યું હોય તે સ્પષ્ટ દેખાયું

મુંદરાની જિંદાલ કંપનીના સિનિયર મેનેજર સાથે 96.16 લાખની ઠગાઈ

copy image શેર માર્કેટમાં ટ્રેડિંગની ટિપ્સ આપીને ટ્રેડિંગ કરાવતા ડિજિટલ ઠગબાજોની ભરમાર થઇ છે, ત્યારે આવા જ ઠગભગતોનો ભોગ મુંદારની જિંદાલ કંપનીના સિનિયર મેનેજર બન્યા છે. તેની સાથે 96.16 લાખની ઓનલાઇન ઠગાઇ થયાની ફરિયાદ નોંધાવી હતી . મૂળ ઉત્તરપ્રદેશ અને હાલે સમાઘોઘા રહેતા  જિંદાલ કંપનીના સિનિયર મેનેજર બ્રિજેશકુમાર  વાસુદેવસિંગ  પટેલે પશ્ચિમ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત સપ્ટેમ્બર-2023માં તેમણે ફેસબુક પર યસ વર્લ્ડ ફોરેક્સ નામની કંપનીની જાહેરખબર જોઇ લિન્ક મારફત તેમાં જોડાયા હતા, જેમાં નિષ્ણાતો સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા ટિપ્સ આપતા હતા. ફરિયાદી બ્રિજેશકુમારે વેબસાઇટ પર પોતાનું ટ્રેડિંગ ખાતું ખોલાવી તેમાં 40.83 લાખ જમા કરાવ્યા  અને તેની સામે તેમને 1.10 કરોડનું રિટર્ન મળ્યું હતું, જે નાણાં ઉપાડવા ફરિયાદીએ એપમાં રિક્વેસ્ટ મોકલતાં તેમને ફોન આવ્યો હતો કે હાલ પૂરી રકમ નહીં ઉપાડી શકો, 60 લાખ ઉપાડી શકશો પરંતુ તેના ઉપર  છ લાખ જીએસટી ભરવાનો  થશે. ફરિયાદીએ આ જીએસટીની રકમ ભરી, પરંતુ પછી હાલ ચૂંટણી છે, સાહેબ હાજર નથી તેવા બહાના અપાયા હતા. આ બાદ ફેબ્રુઆરી-24માં બારક્લેયસ સિક્યુરિટી ગ્રુપ્સની એડ જોઇ ફરિયાદીએ ટ્રેડિંગ માટેની એપ ડાઉનલોડ કરીને તેમાં રૂા. 37.13 લાખ જમા કરાવ્યા હતા. નફા સાથે રૂપિયા ઉપાડવાની કાર્યવાહી કરતાં સિસ્ટમ એરર, સિસ્ટમ  કામ ન કરતી હોવાનું  કહી રૂપિયા પરત ન અપાયા. આ બાદ ફરિયાદીએ માર્ચમાં આઇસીઆઇસીઆઇ ડાયરેક્ટની એપમાં 13.18 લાખ અને એક ટ્રેડિંગ એપ ગોલ્ડમેન સચ્સમાં રૂા. 5.10 લાખ જમા કરાવી ટ્રેડિંગ કર્યું, પરંતુ આ રૂપિયા પણ...