પદ્ધરની બી.કે.ટી. કંપનીની સામેથી બાઇકની ચોરી

copy image

copy image

ભુજ-ભચાઉ ધોરીમાર્ગમાં પદ્ધર નજીક બી.કે.ટી. કંપનીની સામેથી બાઇકની ચોરી  થતાં ફરિયાદ  નોંધાઇ હતી. પદ્ધર પોલીસ  મથકે, અટલ નગરમાં રહેતા અને બી.કે.ટી. કંપનીમાં શિવા લોજિસ્ટીક કોન્ટ્રાકટમાં ફોરક્લીપના ઓપરેટર નિહાલ ગોપાલભાઇ વાણિયાએ  નોંધાવેલ ફરિયાદ મુજબ  રાતના અરસામાં  તે પોતાની નોકરી ઉપર આવ્યા ત્યારે  પિતાની ડિસ્કવર  મોટરસાઇકલ  જેની કિ. રૂા. 10,000વાળી બી.કે.ટી.ના ગેટ નં. 3ની સામે પાર્ક કરી હતી અને સવારે જોતાં  તે ત્યાં જોવા  મળી નહોતી. આમ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી.