ભચાઉમાં પાલિકાના કર્મચારીને માર મારતાં પોલીસ ફરિયાદ

copy image

copy image

 ભચાઉની સરસ્વતી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતાં વાહનમાં ગીત વગાડવા મુદ્દે એક શખ્સે ચાલકને મારમારી ફરજમાં રૂકાવટ કરી જાતિ અપમાનિત કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા અને ભચાઉ પાલિકામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ફરિયાદી નરશી મફાભાઈ સોલંકી  સવારના અરસામાં  પાલિકાનું  ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા. સરસ્વતી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરાઈ રહ્યો હતો. ત્યારે સરકાર દ્વારા સૂચવેલ થીમનું ગીત વાગતું હતું, ત્યારે આરોપી પરેશ બાલાશંકર મારાજના ઘર પાસે આ વાહન પહોંચતાં આરોપીએ ફરિયાદીને જાતિ અપમાનિત કરી કેમ ગીતો વગાડે છે તેમ કહી માર માર્યો હતો. ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનારા આ શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.