કિડાણામાં જાહેરમાં જુગાર રમનાર છ મહિલા ઝડપાયો
કિડાણાની એક સોસાયટીમાં જાહેરમાં પત્તા ટીચતા છ મહિલાને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 13,400 જપ્ત કર્યા હતા. કિડાણામાં જયનગર સોસાયટીના આશાપુરા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર ચાલી રહ્યો હતો, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને જાહેરમાં પત્તા ટીંચનાર અહીંના જ આસબાઇ રાયશી મહેશ્વરી, રતનબેન રાણા વિંજોડા, નુરજાબાઇ શબ્બિર મામદ લાડક, સોનીબેન માવજી બુચિયા, કરીમાબાઇ કારા નાયક તથા જલાંબાઇ જાકીર લાડક નામની મહિલાઓની અટક કરી હતી. પકડાયેલા આ મહિલાઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 13,400 તથા ગંજીપાના કબ્જે કર્યા હતા.