ભુજમાં યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું
copy image ભુજના જીઆઈડીસીમાં આશાપુરા ઓઈલ મિલમાં કામ કરતા અને પાસે રહેતા યુવાનએ ગળેફાંસો ખાઈ મોત ને વ્હાલું કર્યું હતું. મૂળ ભચાઉ તાલુકાના મનફરાના હાલે ભુજના જીઆઈડીસી આશાપુરા ઓઈલ મિલમાં રહેતો 24 વર્ષીય યુવાન આશાપુરા ઓઈલ મિલમાં મજૂરી કામ કરતો હતો. તા.26/5ના રાતના એકથી સવારના છ વાગ્યા વચ્ચે યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમના લોખંડના એગલમાં દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લેતાં તેમના પિતા તેમને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી