કેરા ગામથી પસાર થતાં ભારે ભરખમ વાહોનોથી ટ્રફિક જામ : ગામ લોકો તેમજ વાહન ચાલકો પરેશાન
કેરા ગામ વચ્ચેથી અવાર નવાર પસાર થતાં ભારે ભરખમ વાહોનોથી ગામ લોકો તેમજ વાહન ચાલકો પરેશાન ગઈ કાલે રાત્રે આ ભારે વાહન પસાર થતા ભારે ટ્રફિક સર્જાઈ હતી રોડ પર થી પસાર થતા ઊંચા અને પહોળા વાહનો નીકળે એટલે સાઈડ માંથી ટુવ્હીલર પણ નીકળી ન શકે એટલે ટ્રાફિક પણ જામ થાય છે આમે મીઠા કે અન્ય ઓવર્લોડ વાહનોથી લોકો ત્રાસી ગયા છે એકતો રસ્તાઓ સાંકડા જેનાથી ખરીદી કરવા નીકળેલા લોકો ને પણ જીવનો જોખમ રહે છે રાત્રે પણ આ ટેલરો જાપ્તા નથી મુન્દ્રાથી ખાલી કરી રિટર્ન થતાં ખાલી હોવાથી અને રસ્તાઓ પર ખાડાઓ હોવાથી પછળાતા લોકોને સુવા પણ નથી દેતાં વર્ષોથી બાયપાસ ની ચાલતી વાત પણ ખાલી ચૂંટણી પૂર્તીજ હોય છે આ તમામ ઓવર્લોર્ડ વાહનોનાં ગમેતે માલિક હોય પણ સરકાર એટલેકે મોદીના સાહેબના નામ પરથી જીતી ચૂકેલા નેતાઓ આમાં પૂરો સાથ આપે છે કારણ કે ઉપરથી નીચે સુધીનો ટકાવારી નો રેલો ઉતરતો હોય છે એટલે એના પર કોઈ કાર્યવાહી નાં થાય હા બાકી ટુવ્હીલર પર કોઈ ત્રણ જાણ નીકળે તો બધું ચેક થાય છે બાયપાસ રોડની વાત વર્ષોથી ચાલે છે કેટલા નેતાઓ અને ધારાસભ્યો બદલાયા વાયદાઓ કર્યા પણ કામ સુધરવાને બદલે દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધતો જાય છે લાઈટોનાં ત્રાસ,રસ્તાઓમાં પડેલા ખાડાઓ ઓવરલોર્ડ વાહનોના ત્રાસ તો શું આ તકલીફો આ મજ રહેશે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે આનો કોઈ રસ્તો ખરો? કોઈ નેતાઓમાં માં આનો નિવેડો લાવી શકે એવા કોઈ ખરા? આવેદન પત્ર આપીયા વગર ઈમાનદારી અને સચોટ કામ કરી બતાવે એવા કોઈ ખરા? લોકોને આ બધા જવાબ આપવા વારા કોઈ ખરા?,,,,,