Month: June 2024

ભચાઉમાં પગપાળા જતા યુવાનને છરી ભોંકી ચેઈનની લૂંટ

copy image મીઠીરોહર નજીક બે યુવાનોને લૂંટી લેવાયાના બનાવ બાદ ભચાઉમાં એક યુવાન પર છરી વડે હુમલો કરી ચેઈન લૂંટી લેવાઈ હતી તેમજ તે પહેલાં ચોપડવા નજીક એક ચાલક પાસેથી મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો હતો. ભચાઉ નજીક ગોલ્ડ હોટેલ પાસે રહી ગેરેજની દુકાન ચલાવતા  યુવાન ગત તા. 4/6ના રાત્રે દુકાન બંધ કરી આ હોટેલમાં  જમવા ગયો  હતો.  ત્યાંથી જમી પરવારીને તે રોડ પર વોકિંગ કરી રહ્યો હતો. તે દરમ્યાન એક બાઈક ઉપર 20થી 25 વર્ષીય  ત્રણ અજાણ્યા  શખ્સો આવી મોબાઈલ  આપી  દેવા ધમકી આપી હતી. જેની  ના પાડતાં બે શખ્સોએ યુવાનને પકડી લીધો હતો,  જ્યારે  એક  શખ્સે છરી કાઢી ફરિયાદીને છાતી, પેટ અને પીઠના ભાગે છરીના ઘા  ઝીંકી દીધા હતા, જેમાં આ યુવાન ઢળી પડતાં  લૂંટારુઓએ રૂા....

ભુજની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં બે કર્મચારી દ્વારા બે લાખની ઠગાઇ

copy image માધાપર ધોરીમાર્ગ પરની ટ્રાન્સપોર્ટ પેઢી પર કામ કરતા બે કર્મચારીએ ઓફિસના હિસાબમાં ગોલમાલ કરી પ્રાથમિક રીતે રૂા. 2,05,000ની ઠગાઇ  કર્યાની ફરિયાદ નોંધાઈ હતી . ત્રણ-ચાર માસ પૂર્વે આ ગોલમાલ સામે આવ્યા પશ્ચાત ભારે ઉતાર-ચઢાવ અને ફરિયાદ અરજી બાદ અંતે આ ઠગાઈને કાયદાનું સ્વરૂપ અપાયું છે.  બી-ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સપોર્ટના  વ્યવસાયીએ નોંધાવેલ ફરિયાદ મુજબ માધાપર ધોરીમાર્ગ પર શક્તિ કોમ્પ્લેક્સમાં તેમની ડી.જે.કોલ કોર્પોરેશન, જે.ડી.બલ્ક કેરીયર તથા એન.એસ. લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે. ફરિયાદીની ઓફિસમાં આરોપીઓ  છેલ્લા પાંચ  વર્ષથી નોકરી કરી ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફેબ્રુઆરી માસ પહેલાં અલગ-અલગ તારીખે-સમયે ઓફિસના હિસાબમાં  ગોલમાલ કરી ફરિયાદીની ટ્રકો માટે મગાવેલી બેટરીઓ, ટાયરો, ડ્રાઈવરોના પગારબિલ ઓફિસના વાઉચરથી બનાવી ડ્રાઈવરોને પગાર ન આપી પ્રાથમિક રીતે રૂા. 2,05,000ની છેતરપિંડી -ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યાની  ફરિયાદ નોંધાવી  હતી . ઓફિસનાં નામે મગાવી અને વાઉચર બિલ બનાવી બેટરીઓ તથા ટાયરો આરોપીઓએ પોતાની ત્રણ ટ્રકોમાં  નાખી  દીધા હતા જેની  તપાસ  કરતાં ભોપાળું બહાર આવ્યું હતું. ફરિયાદીએ ફરિયાદમાં લખાવ્યું છે કે, હજુ પણ હિસાબોની  તપાસ ચાલુ છે જેમાં અન્ય છેતરપિંડી થયાનું સામે આવશે તો બિલબુક અને વાઉચરના આધાર રજૂ કરાશે.

ખાવડા ચેકપોસ્ટ પાસે ઊભેલાં ડમ્પરમાં ડમ્પર અથડાવી ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો

copy image ખાવડાના કોટડા બાજુ ચેકપોસ્ટ પાસે સાઇડમાં ઊભેલાં ડમ્પરમાં પાછળથી અન્ય ડમ્પર અથડાવી તેનો ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેનું મોત નીપજ્યું થયું હતું  આ માર્ગ અકસ્માતમાં મોતના બનાવ અંગે  ખાવડા પોલીસ મથકે ડમ્પર  ચાલકએ નોંધાવેલ ફરિયાદ મુજબ સવારના  ચારેક વાગ્યે કોટડા, બીએસએફ ચેકપોસ્ટ ઉપર પોતાની ગાડીની  એન્ટ્રી  કરાવી  ગાડી સાઇડમાં રાખી કેબિનમાં સૂતો હતો ત્યારે છએક વાગ્યે પાછળ ગાડી અથડાયાનો અવાજ  આવ્યો હતો.  પાછળ જઇ જોયું તો ડમ્પરએ અથડાવી દીધું હતું અને તેનો ચાલક લોહીલુહાણ હાલતમાં હતો. 108 મારફત તેને ખાવડા  સરકારી હોસ્પિટલ લઇ જવાયા બાદ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો દાખલ કરી મૃતકની ઓળખ શોધવા તપાસ  આદરી હતી .