ખાવડા ચેકપોસ્ટ પાસે ઊભેલાં ડમ્પરમાં ડમ્પર અથડાવી ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો

dead-body-floor-60202053

copy image

copy image

ખાવડાના કોટડા બાજુ ચેકપોસ્ટ પાસે સાઇડમાં ઊભેલાં ડમ્પરમાં પાછળથી અન્ય ડમ્પર અથડાવી તેનો ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેનું મોત નીપજ્યું થયું હતું  આ માર્ગ અકસ્માતમાં મોતના બનાવ અંગે  ખાવડા પોલીસ મથકે ડમ્પર  ચાલકએ નોંધાવેલ ફરિયાદ મુજબ સવારના  ચારેક વાગ્યે કોટડા, બીએસએફ ચેકપોસ્ટ ઉપર પોતાની ગાડીની  એન્ટ્રી  કરાવી  ગાડી સાઇડમાં રાખી કેબિનમાં સૂતો હતો ત્યારે છએક વાગ્યે પાછળ ગાડી અથડાયાનો અવાજ  આવ્યો હતો.  પાછળ જઇ જોયું તો ડમ્પરએ અથડાવી દીધું હતું અને તેનો ચાલક લોહીલુહાણ હાલતમાં હતો. 108 મારફત તેને ખાવડા  સરકારી હોસ્પિટલ લઇ જવાયા બાદ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો દાખલ કરી મૃતકની ઓળખ શોધવા તપાસ  આદરી હતી .