ભુજની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં બે કર્મચારી દ્વારા બે લાખની ઠગાઇ
copy image

માધાપર ધોરીમાર્ગ પરની ટ્રાન્સપોર્ટ પેઢી પર કામ કરતા બે કર્મચારીએ ઓફિસના હિસાબમાં ગોલમાલ કરી પ્રાથમિક રીતે રૂા. 2,05,000ની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી . ત્રણ-ચાર માસ પૂર્વે આ ગોલમાલ સામે આવ્યા પશ્ચાત ભારે ઉતાર-ચઢાવ અને ફરિયાદ અરજી બાદ અંતે આ ઠગાઈને કાયદાનું સ્વરૂપ અપાયું છે. બી-ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સપોર્ટના વ્યવસાયીએ નોંધાવેલ ફરિયાદ મુજબ માધાપર ધોરીમાર્ગ પર શક્તિ કોમ્પ્લેક્સમાં તેમની ડી.જે.કોલ કોર્પોરેશન, જે.ડી.બલ્ક કેરીયર તથા એન.એસ. લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે. ફરિયાદીની ઓફિસમાં આરોપીઓ છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરી ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફેબ્રુઆરી માસ પહેલાં અલગ-અલગ તારીખે-સમયે ઓફિસના હિસાબમાં ગોલમાલ કરી ફરિયાદીની ટ્રકો માટે મગાવેલી બેટરીઓ, ટાયરો, ડ્રાઈવરોના પગારબિલ ઓફિસના વાઉચરથી બનાવી ડ્રાઈવરોને પગાર ન આપી પ્રાથમિક રીતે રૂા. 2,05,000ની છેતરપિંડી -ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી . ઓફિસનાં નામે મગાવી અને વાઉચર બિલ બનાવી બેટરીઓ તથા ટાયરો આરોપીઓએ પોતાની ત્રણ ટ્રકોમાં નાખી દીધા હતા જેની તપાસ કરતાં ભોપાળું બહાર આવ્યું હતું. ફરિયાદીએ ફરિયાદમાં લખાવ્યું છે કે, હજુ પણ હિસાબોની તપાસ ચાલુ છે જેમાં અન્ય છેતરપિંડી થયાનું સામે આવશે તો બિલબુક અને વાઉચરના આધાર રજૂ કરાશે.