ગળપાદર જેલમાં મુલાકાતીએ હવાલદાર પર હુમલો કર્યો
copy image પૂર્વ કચ્છની જિલ્લા જેલ ગળપાદરમાં કેદીને મળવા આવેલા મુલાકાતી ને મોબાઇલ બહાર રાખવાનું કહેતાં ઉશ્કેરાયેલા શખ્સે કોન્સ્ટેબલ ઉપર હુમલો કરી કાનના પડદા ફાડી નાખ્યા હતા. સરકારી કર્મચારીને હાથમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પણ પહોંચી હતી. પૂર્વ કચ્છની જિલ્લા જેલ ગળપાદરમાંથી મોબાઇલ મળવા સહિતના મુદ્દે સમયાંતરે ચર્ચામાં રહેતી હોય છે તેવામાં સાંજના આરસામાં જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા ફરિયાદી પોતાની ફરજ ઉપર મુલાકાત રૂમમાં હતા ત્યારે જેલમાં રહેલા શખ્સ નો ભાઇ તેને મળવા આવ્યો હતો, જેથી ફરિયાદીએ આ આરોપીને મોબાઇલ બહાર જમા કરાવી બાદમાં મુલાકાત માટે આવવાનું કહેતાં આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને બે દિવસ પહેલાં મારી મા પણ મારા ભાઇને મળવા આવી હતી ત્યારે મારા ભાઈ સાથે મુલાકાત કેમ ન કરવા આપી તેમ કહી ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ફરિયાદી ઉપર હુમલો કરી ડાબા કાનમાં લાફા ઝીંકી દીધા હતા. રાડારાડ થતાં મારા ભાઇને મળવા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી આ ...