ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી LCB પશ્ચિમ કચ્છ ભુજ
https://www.youtube.com/watch?v=ESBy0ZyBM2U
https://www.youtube.com/watch?v=ESBy0ZyBM2U
https://www.youtube.com/watch?v=r-grG2Y4nAE
https://www.youtube.com/watch?v=gnK-wJ5KxSA
https://www.youtube.com/watch?v=4_5T6TeHRT4
https://www.youtube.com/watch?v=uzAGJP8gD28
copy image ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં ચારેક વર્ષ અગાઉ એક બાળકી સાથે અડપલા કરનારા શખ્સને ન્યાયાલયએ તકસીરવાન ઠેરવી તેને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂા. 12,000નો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. કાર્ગો વિસ્તારમાં રહેનાર ફરિયાદી ગત તા. 14-9-2020ના ચાવલા ચોક વિસ્તારમાં હતા, બાદમાં સાંજના અરસામાં ફરિયાદી ઘરે પહોંચતાં ઘરના સભ્યો હાજર હતા અને કાંઇ વાતચીત કરતા હતા, જેથી ફરિયાદીએ શું વાત કરો છો તેવું પૂછતાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, સાંજના વિનોદ ઉર્ફે લાલો રામજી ગોહિલ નામના શખ્સે આપણી દીકરીને દુકાન પાછળ ઓરડીમાં લઇ જઇ અડપલા કરતો હતો, જેને ઘરના મહિલા સભ્ય જોઇ જતાં દીકરીને ઘરે લઇ આવ્યા હતા. ઘરમાં ગુમસૂમ બેઠેલી નાની બાળકીને ઇજાઓ પહોંચી હોવાથી તેને સારવાર અર્થે લઇ જવાઇ હતી. બનાવ અંગે બિ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, જેમાં આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ...
copy image વરસામેડીમાં રાજવી રેસિડેન્સી અને નીલકંઠ રેસિડેન્સી વચ્ચે રોડ પર આગળ જઇ રહેલા મહિલા પાસેથી પર્સ ઝૂંટવી બે શખ્સ ફરાર થઇ ગયા હતા. રૂા. 22,000ની મતાની ચીલઝડપ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. વરસામેડી શાંતિધામ ભક્તિનગર વિસ્તારમાં રહેનારા ફરિયાદી કુલદીપસિંહ ભવરસિંહ જ્હોન (રાજપૂત) તથા તેમના ભાભી આરતીબેન બાઇક ઉપર સવાર થઇ ગાંધીધામની શ્રીહરિ હોસ્પિટલ જઇ રહ્યાં હતાં. તા. 1-7ના આઠેક વાગ્યાના અરસામાં તેમનું બાઇક રાજવી અને નીલકંઠ રેસિડેન્સી વચ્ચે પહોંચ્યું હતું, ત્યારે પાછળથી એક બાઇક ઉપર બે શખ્સ આવ્યા હતા, તેમણે નજર ચૂકવીને મહિલા પાસેનું પર્સ ઝૂંટવી ગાંધીધામ બાજુ નાસી ગયા હતા. આ પર્સમાં રૂા. 18000ના ત્રણ મોબાઇલ તથા એ.ટી.એમ., ક્રેડીટ કાર્ડ અને રોકડ રૂા. 4000 એક કુલ રૂા. 22,000ની મતા હતી, જે આ શખ્સો લઇને ફરાર થઇ ગયા હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
copy image લખપત તાલુકાના બાલાપરમાં અંગ્રેજી પ્રકારના દારૂની 360 બોટલ કિં. રૂા. 1,04,400 તથા 120 બિયરના ટીન કિ. રૂા. 12,000 મળી કુલ રૂા. 1,16,400નો મુદ્દામાલ નારાયણ સરોવર પોલીસે જપ્ત કર્યો હતો. જો કે, આરોપી ભગીરથસિંહ ચનુભા સોઢા હાજર મળી આવ્યો નહોતો. પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં બાલાપરમાં આરોપી ભગીરથસિંહના કબજાના મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, અગાઉથી જ ગુનાહિત ઈતિહાસ ધરાવતો આરોપી હાજર મળ્યો નહોતો. પોલીસે તેને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
copy image ભુજની ભાગોળે આવેલા નાગોર રોડ પરના ભંગારના વાડામાં ગ્રાઈન્ડર મશીનનું કામ કરતી વેળાએ અકસ્માતે મશીનમાં આવી જવાથી યુવાનનું કમકમાટીભર્યું મોત થવાનો કરુણ કિસ્સો સપાટી પર આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સુરલભિટ્ટ ફાટકની બાજુમાં રહેતો ફૈઝાન રમજુ સમેજા (ઉ.વ. 20) નાગોર ફાટક પાસે આવેલા કાસમ ઈશાક કુંભારના ભંગારના વાડામાં ગ્રાઈન્ડર મશીનનું કામ કરતો હતો ત્યારે તે મશીનમાં આવી ગયો હતો. ફસાયેલા હતભાગીના શરીરના કટકા થઈ ગયા હોવાથી તેને મહામહેનતે બહાર કઢાયો હતો. ટૂકડા થયેલા અંગો બહાર કઢાયા બાદ ભુજની સેવાકીય સંસ્થા માનવ જ્યોતને જાણ કરાઈ હતી અને સંસ્થાની એમ્બ્યુલન્સમાં તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લવાયો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
રાપરના આડેસર નજીક ચેકપોસ્ટ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે ચાર શખ્સને પકડી પાડી રૂા. 27,550નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. આડેસરની સ્થાનિક પોલીસ ગત મોડી રાત્રે ચેકપોસ્ટ ઉપર વાહનોની ચેકિંગ કરી રહી હતી. તે દરમ્યાન એક 500 એક્સ.યુ.વી. કારમાં દારૂ હોવાની તથા અન્ય એક કાર તેનું પાઈલટિંગ કરતી હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે ચાંપતી વોચ ગોઠવી સાંતલપુર બાજુથી આવતી કારને રોકી હતી. કારમાંથી કલ્યાણપુરા દેવભૂમિ દ્વારકાના રાહુલ કરશન ચાવડા (આહીર) તથા જામનગરના ભરત દેવાયત કરમોર (આહીર) નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. બંનેની પૂછપરછ કરાતાં એક્સ.યુ.વી. 500 કાર માં દારૂ હોવાનું તથા પોતે તે કારની પાઈલટિંગ કરતા હોવાની કેફિયત પોલીસ સમક્ષ આપી હતી. પાછળ આવતી 500 કાર માટે પોલીસે ચેકપોસ્ટ પર બેરીકેડ આડા રાખી દીધા હતા, પરંતુ કારના ચાલકે બેરીકેડને ટક્કર મારી ડિવાઇડરમાં કાર ભટકાવી નાસી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો અને પોલીસ મથકે ફોન કરી કે.ડી.એમ. પેટ્રોલપંપ પાસે ધોરીમાર્ગ બ્લોક કરાવવા સૂચના આપતાં આ માર્ગને બ્લોક કરાતાં ટ્રાફિકજામ થતાં કારચાલક થંભી ગયો હતો, જેમાં પાછળથી આવેલી પોલીસે આ કારમાંથી કલ્યાણપુર દેવભૂમિ દ્વારકાના કાર્તિક દેવાનંદ ચાવડા (આહીર) તથા કરણ વીરા સોલંકી (ડફેર)ને પકડી પાડયા હતા. આ ગાડીમાંથી ઓફિસ ચોઇસની 750 મિ.લી.ની 3 બોટલ તથા જુદી જુદી બ્રાન્ડના 180 મિ.લી.ના ક્વાર્ટરિયા 265 એમ કુલ રૂા. 27,550નો દારૂ જપ્ત કરાયો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ આ દારૂ રાધનપુરના જયંતી ઠાકોર પાસેથી લઇ આવ્યા હતા, જે પૈકી અડધો માલ જામનગરના રિયાઝ મુસ્લિમ વાળાને આપવાનો હતો. હાથમાં ન આવેલા બે શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.