બાલાપરમાં 1.16 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

copy image

copy image

લખપત તાલુકાના બાલાપરમાં અંગ્રેજી પ્રકારના દારૂની 360 બોટલ કિં. રૂા. 1,04,400 તથા 120 બિયરના ટીન કિ. રૂા. 12,000 મળી કુલ રૂા. 1,16,400નો મુદ્દામાલ નારાયણ સરોવર પોલીસે જપ્ત  કર્યો હતો. જો કે, આરોપી  ભગીરથસિંહ  ચનુભા સોઢા હાજર મળી આવ્યો નહોતો. પ્રાપ્ત  માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે  હાથ ધરાયેલી કાર્યવાહીમાં  બાલાપરમાં આરોપી ભગીરથસિંહના કબજાના મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, અગાઉથી જ  ગુનાહિત ઈતિહાસ ધરાવતો આરોપી હાજર મળ્યો નહોતો. પોલીસે તેને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.