નાગોર ફાટક પાસે ભંગારના વાડામાં કામ કરતા યુવાનનું કમકમાટી ભર્યું મોત

dead-body-floor-60202053

copy image

copy image

ભુજની ભાગોળે આવેલા નાગોર રોડ પરના ભંગારના વાડામાં ગ્રાઈન્ડર મશીનનું કામ કરતી વેળાએ અકસ્માતે  મશીનમાં આવી જવાથી યુવાનનું કમકમાટીભર્યું મોત થવાનો કરુણ કિસ્સો સપાટી પર  આવ્યો હતો.  મળતી  માહિતી મુજબ,  સુરલભિટ્ટ ફાટકની બાજુમાં રહેતો ફૈઝાન રમજુ સમેજા (ઉ.વ. 20)  નાગોર ફાટક પાસે આવેલા  કાસમ  ઈશાક કુંભારના ભંગારના વાડામાં ગ્રાઈન્ડર મશીનનું કામ કરતો હતો ત્યારે તે મશીનમાં આવી ગયો હતો.  ફસાયેલા હતભાગીના શરીરના કટકા થઈ ગયા હોવાથી તેને મહામહેનતે બહાર કઢાયો હતો. ટૂકડા થયેલા અંગો  બહાર કઢાયા બાદ ભુજની સેવાકીય સંસ્થા માનવ જ્યોતને જાણ કરાઈ હતી અને સંસ્થાની એમ્બ્યુલન્સમાં તેને  ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લવાયો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.