સામખિયાળીમાંથી ઉભેલ ટ્રકોમાથી 1.10 લાખની બેટરીઓની ચોરી કરી તસ્કરો થયા ફરાર

સામખિયાળીમાં ઉભેલ ટ્રકોમાથી 1.10લાખની કિમતની 22 બેટરીની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સામખિયાળીમાં કચેરી નજીક તથા હોટેલના પ્રાંગણમાં ઊભેલી ટ્રકોમાંથી રૂા. 1,10,000ની 22 બેટરીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી PGVCL નવી ચામુંડા હોટેલની નજીક મહાદેવ ટ્રાન્સપોર્ટ નામની કચેરીમાં ટ્રક લે-વેચનો ધંધો કરે છે. ગત તા. 16/12ના રોજ ફરિયાદી કચેરીના પ્રાંગણમાં નવ ટ્રક રાખી ઘરે ગયેલ હતા, ત્યાર બાદ હરિદ્વારની યાત્રા પૂર્ણ કરી પરત આવી તા. 2/1ના પોતાની કચેરી ખોલી હતી. ટ્રકની બોડી રિપેરિંગમાં મૂકવાની હોવાથી તેને ચાલુ કરવા જતાં ચાલુ થઇ ન હોતી.જેથી ટ્રકની તપાસ કરવવામાં આવતા વાહનમાંથી બેટરી ગુમ હોવાનું સામે આવ્યું હતું. અહી ઉભેલી ટ્રકોમાંથી કુલ આઠ બેટરી – રૂા. 80,000ની ચોરી થયાનું સામે આવ્યું હતું. તેમજ છેડા હોટેલના પાર્કિંગમાંથી અન્ય ટ્રકોમાંથી 14 બેટરીની પણ ચોરી થયા હોવાનું ખૂલ્યું હતું. ગત તા. 16/12થી તા. 2/1 દરમ્યાન અહીંથી રૂા. 1,10,000ની બાવીસ બેટરીની ચોરી કરી તસ્કરો રફુ ચક્કર થઈ ગયા હતા. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.