શ્રીરામ ના જ્યઘોષ સાથે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોનું અયોધ્યા તરફ પ્રસ્થાન

સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ તહેવાર નો માહોલ જામ્યો છે ત્યારે શરૂઆત થી અયોઘ્યા મંદિર ને સંગ્લીત જે જે કાર્યકમો નું સંચાલન થતું ત્યાર થી ભુજ સ્વામિનારાયણ મંદિર એ તમામ કાર્યો અને કાર્યક્રમો માં સેવાકીય રીતે સહભાગી રહ્યું છે, ખુદ મંદિર ના મહંત સ્વામી ધર્મનંદનદાસજી એ ભુજ મંદિર ના તાબા હેઠળના તમામ દેશ અને વિદેશ મંદિરો માં તા.૨૨ ના રોજ ધામધુમ થી ધર્મભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે દીપોત્સવ મહોત્સવ ની જેમ ઉજવવા લેખિત સ્નેહ સંદેશો પાઠવ્યો છે તીર્થક્ષેત્ર અયોધ્યા શ્રી રામજન્મભૂમિ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના અવસર પર સમગ્ર સનાતની સમાજ આનંદીત છે. કારણ કે સનાતન ધર્મ માટે આ મુર્તિ પ્રતિષ્ઠા ખુબ જ મોટો અવશર છે. અયોઘ્યા નગરી માં ભગવાન શ્રી રામ નવું મંદિર બન્યું છે દેશ વિદેશ ના લોકો ને રામ જન્મભૂમિ પર
ભગવાનનાં દર્શન કરવાનો અવસર મળ્યો છે. આ કાર્ય માટે આપણા હજારો ભક્તોએ સેકડો વર્ષો સુધી ધુન, ભજન, પ્રાર્થના, સાધના કરી છે તો કેટલાક શુરવીર ભક્તોએ પોતાનાં જીવન સમર્પીત કરી દીધા છે. અયોધ્યામાં મંદિર બને તે માટે ભુજ શ્રી. સ્વામિનારાયણ મંદિર શ્રી નરનારાયણ ભગવાનની પ્રેરણા, પુજય મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામીની આજ્ઞાથી સમય સમય પ્રમાણે વડીલ, યુવાન વિદ્વાન સંતોએ આપ સૈના સાથ અને સહકારથી સમય સમય પ્રણાણે બહુ જ મોટું યોગદાન પેલ છે. યથા – જનજાગૃતી, ઈટ પુજન, જલ માટી કુંભ અર્પણ, ધનરાશી સંગ્રહણ, રામાયણ યાત્રા, પાઠ પારાયણ, અક્ષત ક્લશ પુજન અને વિતરણ આદિ અનેક કાર્યો કર્યા છે.

આ વખતે તીર્થક્ષેત્ર અયોધ્યામાં શ્રીરામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાના મંગલ અવશર પર ભુજ મંદિર શ્રીનરનારાયણ ભગવાનની પ્રેરણા, પુજય મહંત પુરાણી ધર્મનંદન દાસજી સ્વામીની આજ્ઞા, ઉપમહંત પુરાણી ભગવદ્જીવનદાસજી તથા કોઠારી પાર્ષદ જાદવજી ભગત અને સદ્ગુરૂ પુરાણી બાલ કૃષ્ણદાસજી સ્વામી વગેર વડીલ સંતો ના માર્ગદર્શિય સંકલ્પ સાધના અને આજ્ઞા ને અનુસરી અયોધ્યા મધ્યે શ્રીરામ જન્મ ભૂમિ મંદિરથી હનુમાનગઢી જતાં માર્ગ મધ્યે દંતધાવન કુંડ આ વેછે. તેના કિનારા ઉપર દંતધાવન કુંડ આચારી મંદિર અને ગુજરાતી ભવન આવેલ છે. ત્યાં ભંડારા માટે જરૂરી વ્યસ્થા ઉભી કરવામાં આવી છે. દરરોજ ૧૦ હજાર જેટલા રામભક્તો ભોજન પ્રસાદ લેશે. તેવું આયોજન કરેલ છે. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર સંચાલિત, આ સ્વામિનરાયણ ભંડારો તા. ૨૧. થી શરુ થઈને તા ૨૮ સુધી ચાલશે. આ સમય દરમ્યાન એકલાખ રામભક્તો પ્રસાદ લે તેવું આયોજન અને ધારણા છે. યુવાન સંતોના નેતૃત્વમાં ૭ સંતો અને ૪૫ જેટલા હરિભકતો અયોધ્યા જઈ રહ્યા છે , આ ભંડારો-ભોજનાલયની સેવામાં માટે સંપૂર્ણ રાચરચીલુ ભુજથી લઈને જતા સંતોમાં, શાસ્ત્રી માવજીભગત, શાસ્ત્રી લક્ષ્મણપ્રકાશદાસજી, પુરાણી સ્વામી જ્ઞાનસ્વરૂપ દાસજી, સ્વામી સુવ્રતમુનિ દાસજી, સ્વામી નારાયણ દાસજી, સ્વામી મુક્તમુનિ દાસજી કોઠારી પાર્ષદ દિનેશ ભગત વિગેરે સંતો પ્રસ્થાન કરી રહ્યાં છે, આ પ્રસંગે ભુજ મંદિર મહંત શ્રી ધરમનંદનદાસજી સંતો ને આશિર્વચન સાથે આશિર્વાદ પાઠવી પ્રસ્થાન કરાવ્યું હતું, આ પ્રસંગે ઉપમહંત શ્રી ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદવ્ય જાદવજી ભગત, સંત કોઠારી શ્રી. દેવપ્રકાશદાસજી, ભંડારી કોઠારી દીવ્યસ્વરૂપદાસજી, મંદિરના વહીવટીય કોઠારી મુરજીભાઈ શીયાણી, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસીયા, મંદિર સલાહકાર કમિટી ના રામજીભાઈ વેકરીયા તથા સેવાભાવી સ્વયં સેવકો પણ ઉપસ્થિત રહયા હતા