અમરેલી યાર્ડમાં ચોરી કરનાર શખ્સનો અમરેલી મુખ્યયાર્ડ ચોગાનમાં કાયમી પ્રવેશબંધ જાહેર
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે અમરેલી યાર્ડમાં ચોરી કરનાર ઈશમ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી આ શખ્સનો અમરેલી મુખ્યયાર્ડ ચોગાનમાં કાયમી પ્રવેશબંધ કરી દેવાયો છે. મળતી માહિતી મુજબ તા. 9/1/ર0ર4ના રોજ અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી કપાસની એક ભારી તથા તા. 11/1/2024 ના રોજ તલના એક કટ્ટાની ચોરી થતાં આ મામલે ફરિયાદ ઉઠી હતી. આ અંગે કાર્યવાહી હાથ ધરી સીસીટીવીનાં ફુટેજ ચેક કરવામાં આવતા આરોપી શખ્સ ઝડપાયો હતો. આ શખ્સની તપાસ કરતાં તેને પોતાની ચોરી સ્વીકારી હતી. ચોરી કરનાર આ શખ્સ વિરુદ્ધ દંડનીય કાર્યવાહીરૂપે અમરેલી મુખ્યયાર્ડ ચોગાનમાં કાયમી પ્રવેશબંધ કરી દેવાયો છે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.