જૂનાંગઢમાં સિંહ પાછળ કાર દોડાવનાર શખ્સને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, જૂનાગઢમાં સિંહ પાછળ કાર દોડાવનાર શખ્સને 50 હજારનો દંડ ફટકારવામાં આવેલ છે. મળતી માહિતી મુજબ બીલખા રોડ પર પાવર હાઉસ પાસે સિંહો રસ્તા ઉપર આવી જાય તેવી શકયતાઓને કારણે વન તંત્રનો સ્ટાફ ઘટના સ્થળે આવેલ હતા. જ્યાં, વાહનો એકઠા થઈ જતા સિંહો ત્યાંથી પલાસવા ગામની બેલાની ખાણ બાજુ ગયેલ હતા ત્યારે આ કાર ચાલકે સિંહોની પાછળ તેની કાર દોડાવી હતી. આ અંગે મળેલ માહિતી મુજબ જુનાગઢ નજીક આવેલ બિલખા રોડ પર સિંહ પાછળ કાર ચલાવ્યા બાદ વન કર્મી અને વન અધિકારીઓને ધમકી આપવામાં આવી હતી. જેથી આ મામલે પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવતા વન વિભાગે કાર ચાલકને રૂા.50 હજારનો દંડ ફટકાર્યો હતો.