22 જાન્યુઆરીના સુવર્ણ દિવસે શ્રી રામ આયોધ્યામાં સિંહાસન પર બિરાજમાન થયા
22 જાન્યુઆરીના સુવર્ણ દિવસે શ્રી રામ આયોધ્યામાં સિંહાસન પર બિરાજમાન થયા છે. ત્યારે, આ દિવસ ઈતિહાસમાં સુવર્ણ કલમથી નોંધાશે….22મીના રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સુંપૂર્ણ થઈ છે. શ્રી રામ આયોધ્યામાં સિંહાસન પર બિરાજમાન થયા છે. 5 વર્ષના બાળકના રૂપમાં સોનાના આભૂષણોથી સજ્જ શ્રી રામ ભગવાનને જોઈને લોકો ભાવુક બની ચૂક્યા હતા. ત્યારે, સૂત્રોએ જણાવ્યા મુજબ શ્રી રામની 200 કિલોની મૂર્તિને 5 કિલો સોનાના ઘરેણાંથી શણગારવામાં આવેલ છે. ભગવાન તેમના નખથી કપાળ સુધી સોનાના આભૂષણોથી શણગારેલા છે. માથા પરનું મુકુટ તેમના સૌંદર્યને કઈક ઓર જ ચમક આપી રહ્યું છે. તેમને ધારણ કરેલ કુંડળમાં મોરની આકૃતિઓ બનાવવામાં આવી છે. તેમાં સોનું, હીરા, માણેક અને નીલમણિ પણ છે. તેમના મષ્તિશ્ક પર મંગલ તિલક છે.શ્રી રામનું આ મનમોહક સ્વરૂપ જોઈ હર કોઈ રામભક્ત ભક્તિમય બની ચૂક્યા છે.